ફિલ્મ જગત
News of Friday, 11th June 2021

મને ઓટીટીની અભિનેત્રી પણ કહી શકાયઃ શ્રીયા

અભિનેત્રી શ્રીયા પિલગાંવકરે કારકિર્દીની શરૂઆત પાંચ વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફેનથી કરી હતી. તેના અભિનયના સોૈએ વખાણ કર્યા હતાં. એ પછી તે સતત આગળ વધી રહી છે. વેબ સિરીઝ મિરઝાપુર અને હાઉસ એરેસ્ટની શ્રીયાની એકટીંગે સોૈને આંજી દીધા હતાં. હવે તે અનેક ભાષામાં બનેલી ફિલ્મ હાથી મેરે સાથીમાં રિપોર્ટરના રોલમાં છે. આ રોલ વિશે શ્રીયા કહે છે કે અનેક અવરોધો, આડખીલીઓ પાર કરીને બલદેવ (રાણા દગ્ગુબાતી)ને હાથીઓને ન્યાય મળે તે માટે મારું પાત્ર તેને સતત મદદ કરે છે. આ એક બહાદુર છોકરી છે. અભિનેત્રી તરીકે મને દરેક પાત્રો ભજવવાની તક મળી રહી છે. શ્રીયા આગળ કહે છે ઓટીટી પર મેં ખુબ ઘણું કામ કર્યુ છે. આથી લોકો મને ઓટીટીની અભિનેત્રી પણ કહી શકે છે. પણ મને લાગે છે કે લોકોના વિચારો બદલવા જોઇએ. સાઉથની ફિલ્મો કરવામાં પણ મને વાંધો નથી. હાથી મેરે સાથી એ બહુભાષી ફિલ્મ છે. આ કામ કરવું ખુબ પડકારરૂપ હતું. મને અલગ ભાષા બોલવામાં ખુબ મજા આવી હતી. ઉતાવળથી હું સંવાદ બોલવામાં ભુલ પણ નહોતી કરતી.

(10:24 am IST)