ફિલ્મ જગત
News of Monday, 22nd February 2021

1983માં ભારત કઇ રીતે વર્લ્‍ડકપ જીત્‍યુ હતુઃ કપિલની કમાલ ઉપર બનેલી ફિલ્‍મ ‘83' હવે 4 જુને રૂપેરી પડદે દર્શાવવાની તૈયારી

અમદાવાદઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વર્ષ 1983માં દેશને પહેલો વર્લ્ડ કપ અપાવ્યો હતો. અને આ ઐતિહાસિક ક્ષણને મોટા પડદે દર્શાવવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મનું નામ '83'હશે અને તેમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ અને રોમીનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવે છે. ગયા વર્ષથી લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા,પરંતુ હવે રણવીર સિંહે આ ફિલ્મની રિલીઝ તારીખની પુષ્ટિ કરી લિધી છે.

4 જુને ફિલ્મ રિલીઝ થશે

ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ વર્લ્ડ કપ જીત પર બનેલી આ ફિલ્મ '83'વિશે માત્ર બોલિવૂડ પ્રેમીઓ જ નહીં પણ ક્રિકેટ પ્રેમીઓ પણ ખુબ ઉત્સાહિત છે. અને હવે ફિલ્મની રિલીઝ ડેટ બંને પ્રકારના ફેન્સ માટે ખુશખબર છે. ફિલ્મના મુખ્ય અભિનેતા રણવીર સિંહે કહ્યું છે કે આ ફિલ્મ 4 જુને થિયેટરમાં રિલીઝ થશે. જુઓ રણવીરનું આ ટ્વીટ

મોડી રાત્રે રણવીરે કર્યું ટ્વીટ

રણવીર સિંહે ટ્વીટ કરીને પોતાના અને કપિલ દેવના ચાહકોને આ સરપ્રાઈઝ આપ્યું છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં તેમણે લખ્યું કે, "4 જૂન 2021ના રોજ, હિન્દી,તમિલ,તેલુગુ,કન્નડ,મલયાલમમાં  તમને સિનેમા હોલમાં મળીએ." રણવીરના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અંગે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. 

ગત વર્ષે થવાની હતી રિલીઝ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થવાની હતી,પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી. કપિલ દેવ તે ટીમના કેપ્ટન હતા જેણે 1983માં વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે.

રણવીરની એક્ટિંગને લઈ કેપિલ દેવનો અભિપ્રાય

ભૂતકાળમાં કપિલ દેવએ પણ કહ્યું હતું કે રણવીરે આ ફિલ્મમાં તેની ભૂમિકા નિભાવવા માટે કેવી તૈયારી કરી છે. તેઓએ કહ્યું કે "તે સાત કે આઠ દિવસ મારી સાથે હતો. આ દરમિયાન, તેણે મારી પાસે રેકોર્ડ કરવા માટે કેમેરો મુક્યો અને મને પૂછ્યું કે હું કેવી રીતે વાત કરું છું, હું શું કરું છું અને હું કેવી રીતે ખાવું છું. મને લાગે છે કે તેઓ શાનદાર છે'.

 નટરાજ શોટ પર કહી આ વાત

રણવીરે શું ક્લાસિક નટરાજ શોટ કર્યો છે, તે પુછતાં કપિલે દેવે કહ્યું, મને લાગે છે કે તેણે ખૂબ જ મહેનત કરી છે. મારે હવે જોવાનું છે. મેં ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓ વિશે ઘણું જોયું છે. આ કેમેરામેન અને આ લોકો સારા છે. હું તેમનાથી ખૂબ દુર હતો. અમે સ્ટોરીને  ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો, બીજુ કઈ નહીં.

કપિલ દેવ નહોતા ઈચ્છતા ફિલ્મ બનાવાનું

કપિલ દેવે ખુલાસો કર્યો છે કે તે હજુ પણ ફિલ્મ '83' બનાવવા માંગતા નથી, કારણ કે તે માને છે કે 'હવે આપણે બધા યુવા છીએ'. તેઓએ જણાવ્યું કે ‘તે આપણા જિવનકાળ પર એક ફિલ્મ બનાવે છે અને તેની પર કેવી રીતે પ્રતિક્રિયા કરવી તે ખબર નથી. મને લાગ્યું કે આપણે હજુ ખુબ જ યુવા છીએ અને કહીએ 'યાર,શું થઈ રહ્યું છે? પરંતુ જ્યારે આખી ટીમે નિર્ણય કર્યો ત્યારે હું પણ તેનો એક ભાગ હતો. મારી પ્રથમ પ્રતિક્રિયા હતી,'શું આપણે રાહ જોઈ શકીએ? અમે ખુબ નાના છીએ અને બધાએ અમને જોયા છે,ચાલો આપણે તેને ન બનાવીએ. '

(5:50 pm IST)