ફિલ્મ જગત
News of Monday, 22nd February 2021

ઉમર મુજબના રોલ નથી મળતાં: સાયંતની ઘોષ

અભિનેતી સાયંતની ઘોષ ટીવી પરદે પંદર વર્ષથી કામ કરી રહી છે. ૨૦૦૬માં તેણે કુમકુમ સિરીયલથી કારકિર્દી શરૂ કરી હતી. હાલમાં સાયંતની 'તેરા યાર હું મૈં'માં દલજીત બગ્ગાનું પાત્ર ભજવી રહી છે. નાગિન, અદાલત, મહાભારત, બેરિસ્ટર બાબુ સહિતના શો કરી ચુકેલી સાયંતની જો કે ફરિયાદ કરે છે કે મને મારી ઉમર પ્રમાણેના રોલ મળતાં નથી. કારકિર્દીની શરૂઆત ખુબ સારી રહતી. પરંતુ હવે ઉમર મુજબના રોલ મળતા નથી. સાયંતની મુંબઇમાં આવી ત્યાં દોઢ જ મહિનામાં તેને સફળ હિન્દી સિરીયલોમાં કામ મળવા માંડ્યું હતું. તે કહે છે ત્રેવીસ વર્ષની ઉમરે ટીવીની પહેલી નાગીન ૨૦૦૭માં હું બની હતી. મને જે રીતે કામ મળ્યું એ રીતે બીજા માટે સરળ નથી હોતું. પાંચેક વર્ષ માંડ કામ કર્યુ ત્યાં મને સત્તાવીશની ઉમરે ત્રીસ-બત્રીસ વર્ષની મહિલાના રોલ ઓફર થવા માંડ્યા હતાં. દસ વર્ષ પછી પણ ઉમર પ્રમાણે રોલ મળતાં નથી. જો કોઇ સિરીયલમાં યુવાન મુખ્ય અભિનેત્રી હોય તો મને ચાલીસ વર્ષની મહિલાનો રોલ મળે છે.

(10:21 am IST)