ફિલ્મ જગત
News of Monday, 22nd February 2021

સતત વ્યસ્ત અભિનેતા બન્યો વિજય વર્મા

ગયા વર્ષે કોરોનાકાળમાં પણ વ્યસ્ત રહેલા અભિનેતાઓના લિસ્ટમાં વિજય વર્મા પણ સામેલ છે. શી, મિરઝાપુર-૨, ઘોસ્ટ સ્ટોરીઝ, એ સુટેબલ બોય, બાગી-૩ સહિતની ફિલ્મો-સિરીઝ થકી વિજય સતત દર્શકોની સામે રહ્યો છે. હવે તે રીમા કાગતીની વેબ સિરીઝ 'ફોલન' કરી રહ્યો છે. જેમાં સોનાક્ષી સિન્હા સાથે તે મુખ્ય રોલમાં છે. આ વેબ શોનું શુટીંગ રાજસ્થાનમાં થયું હતું. વિજયએ ત્યાંની એક તસ્વીર મુકી હતી. જેમાં તે હસતો દેખાયો હતો. સાથે કેપ્શનમાં લખ્યું હતું ફૂલ ઓૈર પરાઠે.  આ વર્ષે પણ કામમાં સતત વ્યસ્ત બનેલા વિજયએ કહ્યું હતું કે અહિ શુટીંગ કરીને મને બાળપણ યાદ આવી ગયું હતું. કારણ કે ઉનાળાની ગરમીની રજા હું હમેંશા રાજસ્થાનમાં મારા નાનીમાના ઘરે વિતાવતો હતો. તે શુટીંગમાંથી સમય કાઢી પરિવારજનો અને મિત્રોને પણ મળ્યો હતો. ગલી બોય ફેમ વિજયની આગામી ફિલ્મ ડાર્લિંગ્સ પણ છે, જેમાં તે આલિયા ભટ્ટ સાથે છે. આ ઉપરાંત ઓકે કોમ્પ્યુટરમાં રાધિકા આપ્ટે સાથે અને હુડદંગમાં નુસરત તથા સની કોૈશલ સાથે જોવા મળશે. 

(10:19 am IST)