ફિલ્મ જગત
News of Monday, 29th June 2020

અભિનેત્રી તાપસી પન્નુનુ ઘરનુ વિજ બિલ ૩૫ હજાર આવતા લાગ્યો આંચકોઃ કંપનીએ તાબડતોબ ટ્વીટનો રિપ્લાય આપ્યો

નવી દિલ્હીઃ વિચારો જો તમારૂ વિજળીનું બિલ હંમેશાની તુલનામાં ઘણુ બધુ આવી જાય અથવા ફલેટનું બિલ ૩૬ હજાર રૂ. આવી જાય તો કેટલો જોરદાર આંચકો લાગશે. વિજળીનું બિલ જોઈને ફકત સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલીવુડ સેલેબ્સને પણ હવે આંચકો લાગ્યો છે. અભિનેત્રી તાપસી પન્નુ એક એવો જ સ્ક્રીન શોટ શેર કર્યો છે જેને જોઈને દરેક વ્યકિત આશ્ચર્યમાં છે કારણ કે તાપસીનું વિજળી બિલ એટલુ વધુ છે કે એક પરિવાર માટે આ રકમનું બિલ ખૂબ અસામાન્ય છે.

જો કે હકીકતમાં તાપસી પન્નુના ઘરનું વિજળીનુ બીલ આવ્યુ છે ૩૫ હજાર ૮૯૦ રૂપિયા. હવે આ બિલનો ફોટો સોશ્યલ મીડીયા પર શેર કરીને તાપસીએ એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તાપસીના અનુસાર આ બિલ જોઈને તેમના હોશ ઉડી ગયા. તાપસીએ પોતાના ટ્વીટર પર ત્રણ બિલ્સના સ્ક્રીનશોટ શેર કર્યા છે. એક બિલ પર લખ્યુ છે કે ૩૫ હજાર ૮૯૦, બીજા બિલ પર લખ્યુ છે ૩ હજાર ૮૫૦ અને ત્રીજા બિલ પર છે ૪ હજાર ૩૯૦.

પોતાના ખોટા બિલ પર તાપસીએ ખૂબ ગુસ્સો વ્યકત કર્યો સાથે અદાણી ઈલેકટ્રીસીટીને ટેગ કરતા ટ્વીટર પર બે પ્રશ્નો પણ પૂછયા છે. પહેલી ટ્વીટમાં લખ્યુ 'લોકડાઉન ત્રણ મહિના થયા છે, મને આશ્ચર્ય છે કે ગત એક મહિનામા મેં આવા કયા નવા ઉપકરણનો ઉપયોગ કર્યો છે અથવા ખરીદ્યા છે જેથી મારૂ વિજળીનું બિલ આટલુ વધી ગયુ છે. કયા પ્રકારે અમારી પાસે બિલના ચાર્જ વસુલો છો ? વાત અહીં જ પુરી નથી થઈ તાપસીએ પોતાના ટ્વીટમાં વધુ આશ્ચર્યજનક વાત શેર કરી છે. તાપસીએ અહીં પોતાના ઘરના વિજળીના બિલ પણ શેર કર્યા છે જે ખાલી પડયા છે પરંતુ ત્યાંનુ વિજળીનુ બિલ પણ ખૂબ વધુ આવ્યુ છે.

એક અન્ય ટ્વીટમાં તાપસીએ લખ્યુ છે કે અને આ તે એપાર્ટમેન્ટના બિલ છે જ્યાં કોઈ રહેતુ નથી અને અઠવાડીયામા એકવાર જવામાં આવે છે તે પણ ફકત સાફ-સફાઈ માટે. અદાણી ઈલેકટ્રીક ગ્રુપ પરંતુ હવે મને ચિંતા છે કે આ એપાર્ટનો ઉપયોગ કોઈ કરી રહ્યુ છે તે પણ અમને જાણ કર્યા વિના, શું ખબર તમે અમને સચ્ચાઈ જણાવી હોય. પરંતુ આ ટ્વીટની અસર તાત્કાલીક થઈ અને વિજળી કંપનીએ તાપસીને રિપ્લાઈ કર્યો. આ તાત્કાલીક પ્રતિક્રિયાને લઈને તાપસીએ કંપનીની પ્રશંસા કરી છે.

(5:49 pm IST)