ફિલ્મ જગત
News of Wednesday, 25th March 2020

આવતા વર્ષે શરૂ થશે સિંઘમ-૩નું કામ

અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડીએ દર્શકોને અનેક સુપરહિટ અને ભરપુર મનોરંજક ફિલ્મો આપી છે. ગોલમાલ સિરિઝની ફિલ્મો અને સિંઘમ સિરીઝની બે ફિલ્મો તેના ઉદાહરણ છે. હવે સિંઘમ-૩ની તૈયારી થઇ ચુકી છે. આ ફિલ્મનું કામ આવતા વર્ષથી શરૂ થઇ જશે. રોહિતે આ ફિલ્મ માટે ખાસ પ્લાનીંગ કર્યુ છે. કહાની પર ચર્ચા થઇ રહી છે. રોહીતની સૂર્યવંશી રિલીઝથ માટે તૈ્યાર છે. એ પછી રોહિત સિંઘમ સિરીઝને આગળ વધારવાનું કામ હાથ પર લેશે. અજય દેવગણને ફરી એક વખત બાજીરાવ સિંઘમના રૂપમાં જોવા તેના અસંખ્ય ચાહકો અત્યંત ઉત્સાહિત છે. ફિલ્મમાં હિરોઇન કોણ હશે તે નક્કી નથી. પહેલા ભાગમાં કાજલ અગ્રવાલ અને બીજા ભાગમાં કરીના કપૂર હતી. હવે સિંઘમ-૩માં કોણ હશે તે નક્કી થશે. ચર્ચા એ પણ છે કે અક્ષય કુમાર પણ આ ફિલ્મમાં નાનકડી પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. સૂર્યવંશીમાં જેમ અજય દેવગણ અને રણવીર સિંહ જોવા મળશે એમ જ અક્ષય સિંઘમમાં જોવા મળશે. 

 

(11:05 am IST)