ફિલ્મ જગત
News of Thursday, 13th February 2020

ટીવીની નાગિન મોની રોયે કરાવ્યું દરિયા કિનારે ફોટોશૂટ

મુંબઈ: ટીવીની નાગિન એટલે કે અભિનેત્રી મૌની રોય આજકાલ માલદીવમાં રજાઓ માણી રહી છે. તેણે તેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.આ ફોટામાં મૌનીની એક અલગ જ સ્ટાઇલ છે, લોકો પણ આ ફોટાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.આ ફોટામાં અભિનેત્રી સફેદ શર્ટમાં જોવા મળી રહી છે, જેમાં તેની સ્ટાઇલ ખૂબ જ સુંદર લાગી રહી છે.આ ફોટાઓ શેર કરતાં તેમણે લખ્યું, "આ જરૂરી છે." આ સિવાય મૌની રોયે સોશિયલ મીડિયા પર માલદીવને લગતી ઘણી વધુ તસવીરો પોસ્ટ કરી છે.

(5:39 pm IST)