અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ માથું ટેકવા પહોંચી કરીના કપૂર ; તસ્વીર વાયરલ
ગ્રે કલરની કુર્તી અને પ્લાજામાંના ટ્રેડીશનલ લુકમાં જોવાઈ કરીના
મુંબઈ : કરીના કપૂર ખાન આ દિવસોમાં પંજાબમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા' ની શુટિંગ કરી રહી છે. ફિલ્મની શુટિંગ પંજાબના ઘણા ભાગમાં થઈ રહયું છે શુટિંગથી સમય નીકાળી કરીના કપૂર ઘણી વખત પંજાબમાં ફરતી જોવા મળી રહી છે. તાજેતરમાં કરીના કપૂર અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પર માથું ટેકવા પહોંચી હતી. આ દરમિયાનની તસ્વીરો સોશિયલ સાઈટ પર ઘણી વાયરલ થઈ રહી છે.
તસ્વીરોમાં કરીના કપૂર ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન કરીના કપૂર ગ્રે કલરની કુર્તી અને પ્લાજામાં સુંદર જોવા મળી રહી છે. તેની સાથે તેમને બ્લેક કલરની શાલ લીધી હતી. સામાન્ય મેકઅપ અને ટાઈ હેર તેમના લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર એકલી જ ગોલ્ડન ટેમ્પલ પહોંચી છે. આ દરમિયાન તેમની પુત્ર તૈમુર જોવા મળ્યો હતો. કરીના કપૂર બપોરના મુંબઈથી રવાના થઈ હતી અને મોડી રાતે ગોલ્ડન ટેમ્પલમાં માથું ટેકવા પહોંચી હતી.