26/11 આતંકી હૂમલા પર આધારીત ફિલ્મ ‘હોટલ મુંબઇ'માં કર્મચારીના બચાવ વખતે ફોન પર થયેલી અસલી વાતચીતની ઓડિયો ટેપનો ઉપયોગ થયોઃ ડિરેક્ટરે ખોલ્યુ રહસ્ય
નવી દિલ્હી :ફિલ્મ ‘હોટેલ મુંબઈ’ ને લીને ફિલ્મ ડિરેક્ટર એન્થની મારસનું કહેવું છે કે, તેમણે મુંબઈના તાજમહેલ પેલેસ હોટલમાં 26/11 ના આતંકી હુમલામાં કર્મચારીઓ અને બચાવ ગ્રૂપની વચ્ચે ફોન પર થયેલી અસલી વાતચીતના ટેપનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે. મુંબઈમાં વર્ષ 2008માં 26/11 ના રોજ થયેલા આતંકી હુમલાને લીને બનેલી ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ, અનુપમ ખેર, આર્મી હૈમર અને નાજનીત બોનાદી મહત્વના રોલ કરી રહ્યાં છે.
રેકોર્ડિંગ્સના માધ્યમથી મારસ અને સહ-લેખક જ્હોન કોલીએ ન માત્ર આ ઘટનાને યોગ્ય રીતે સમજાવવામાં સક્ષમ રહ્યાં, પરંતુ આ રેકોર્ડિંગ્સના સંવાદોએ ડાયલોગ્સની વિશ્વસનીયતા પણ યથાવત રાખી.
29 નવેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
મારસે કહ્યું કે, આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે હું તેનાથી જોડાયેલ એક ડોક્યુમેન્ટરી જોઈ રહ્યો હતો. અમને સરળતાથી એ લોકો વિશે માલૂમ પડ્યું જેઓ આ હુમલાના પીડિત હતા. અમે તેમની વાત સાંભળી અને સમય આપીને તેના પર કામ કર્યું. ‘હોટલ મુંબઈ’ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં 29 નવેમ્બરના રોજ રિલીઝ થનાર છે.