આવી રહ્યો છે નવો ટીવી શો 'સ્પેશિયલ ઓપરેશન ટીમ'
સલમાન ખાન હાલમાં કલર્સ ચેનલ પરના બિગબોસમાં કામ કરી રહ્યો છે. આ પછી તે વધુ એક શોનું નિર્માણ કરવાનો છે. તે સોની ટીવી માટે એક શો બનાવી રહ્યો છે જેનું નામ 'સ્પેશિયલ ઓપરેશન ટીમ' એવું રાખવામાં આવ્યું છે. બનિજ્ય એશિયા પ્રોડકશન હાઉસ સાથે મળીને સલમાન આ શોનું નિર્માણ કરશે. પોલીસતંત્ર પર આધારીત આ શો માટે પૂજા ગૌર, ભાનુજિત સુદન, કેવલ દાસાની, મનિષ ચૌધરી, ગશ્મિર મહાજની, કૃણાલ પંત અને અસ્મિતા જગ્ગા સહિતના કલાકારોને સાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અગાઉ 'માયા-૩' અને 'વિઘ્નહર્તા ગણેશ' શોમાં કામ કરી ચુકેલા રોહિત ચૌધરીને પણ ખાસ રોલ અપાયો છે. તે આ શોમાં ડોકટર કૃણાલનું પાત્ર ભજવવાનો છે. તેનું કામ સામાન્ય લોકોની રક્ષા કરતાં પોલીસ સ્ટાફની રક્ષા કરવાનું હશે. સોની માટે ધ કપિલ શર્મા શો બાદ સલમાન ખાનનો આ બીજો શો છે. શોમાં દેશમાં થતાં કોૈભાંડો અને ભ્રષ્ટાચારની વાતો હશે. ઉરીમાં કામ કરી ચુકેલો મનિષ આ શોમાં નેગેટિવ રોલમાં છે.