મજબૂત સંદેશો આપતી ફિલ્મમાં જ્હાન્વી
બોલીવૂડમાં એક પછી એક પછી એક મોટી ફિલ્મો કરી રહેલી જ્હાન્વી કપૂર હવે માત્ર શ્રીદેવી અને બોની કપૂરની દિકરી તરીકે નથી ઓળખાતી. તેણે એક જ ફિલ્મ થકી પોતાની ઓળખ ઉભી કરી લીધી છે. હાલમાં તેની પાસે અનેક ફિલ્મોની કતાર છે. ગુંજન સકશેનાની બાયોપિક ધ કારગિલ ગર્લ, તખ્ત, દોસ્તાના-૨, રૂહી-અફઝા સહિતની ફિલ્મો તે કરી રહી છે. તો હવે બોમ્બે ગર્લ નામની ફિલ્મ પણ તે કરવાની છે. આ ફિલ્મ તેના પિતા બોની કપૂરના પ્રોડકશન બેનરમાં બનશે. નિર્માતા મહાવીર જૈન સાથે મળી બોની આ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં બે પેઢી વચ્ચેના અંતરની વાત છે. મુખ્ય રોલ જ્હાન્વીને અપાયો છે. તે એક યુવા અને વિદ્રોહી યુવતિના રોલમાં છે. આ ફિલ્મનું લેખન કલબ સિકસ્ટી ફેઇમ નિર્દેશક સંજય ત્રિપાઠીએ કર્યુ છે. આ ફિલ્મનું નિર્દેશન પણ તે કરશે. બે પેઢી વચ્ચેની વિચારસરણી અને તેની વચ્ચેના અંતરની વાત સાથે આ ફિલ્મ એક મજબૂત સંદેશો પણ આપશે.