ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

દેબીના બેનર્જીએ પહેલી જ વખત ટીવી શોમાં બિકીની પહેરી

ટીવી પરદે સીધી સાદી વહુઓના કે પછી ધાર્મિક પાત્રો ભજવતી અભિનેત્રીઓ અસલી જિંદગીમાં અલગ જ મિજાજ ધરાવતી હોય છે. રામયણ સિરીયલમાં સિતાનું પાત્ર ભજવી ચુકેલી અભિનેત્રી દેબીના બેનર્જી હાલમાં બિકીની અવતારમાં જોવા મળી હતી. દેબીના હાલમાં શો 'વિષ કન્યા'માં જોવા મળી રહી છે. ટીવી કારકિર્દીમાં પહેલી જ વખત તેણે બિકીની પહેરી છે. ફિલ્મી પરદે હિરોઇનો માટે બિકીની સામાન્ય બાબત હોય છે. પરંતુ ટીવી શોમાં આનું ચલણ નથી. દેબીનાએ પહેલી વખત બિકીની પહેરી અનુભવ જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે પ્રારંભે તો હું મુંજવણમાં મુકાઇ ગઇ હતી. પરંતુ પટકથાની માંગણી મુજબ મારે કામ કરવું જરૂરી હતું. વિષ કન્યામાં મારું પાત્ર જ એવું છે કે બિકીની ફરજીયાત બની ગઇ હતી. દર્શકો-પ્રસંશકોએ હમેંશા મને સમર્થન આપ્યું છે. દેબીનાની તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી.

(10:12 am IST)