ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

ડાયેટ ચાર્ટનું સખ્ત પાલન કરે છે સન્ની

સની લિયોની અવાર-નવાર તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહી છે. તાજેતરમાં તેણે બિકિની સાથેની તસ્વીર મુકી હતી, જે જોઇને સોૈ દંગ રહી ગયા હતાં. વર્ષોથી તેણે પોતાનું ફિગર શેપમાં રાખ્યું છે. સની કહે છે હું બોડી શેપમાં રાખવા માટે ડાયેટ ચાર્ટનું સખ્ત પાલન કરુ છું, અને જે ચીજો ખાવાની મનાઇ હોય છે તેને હાથ લગાવતી નથી. સની દરરોજ લીલા શાકભાજી, ફળ, જ્યુસ અને દૂધ ભરપુર માત્રામાં લે છે. આ બધુ ખાવા-પીવાનું તે કદી ભુલતી નથી. માત્ર ડાયેટ ચાર્ટને અનુસરવાથી ફિગર ફિટ નથી રહેતું એ માટે તે કસરતો પણ કરે છે. તે દરરોજ કસરત કરવાનું પણ ભુલતી નથી. તે કહે છે બધાએ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવું જરૂરી છે.

(10:12 am IST)