ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

ભૂમિ અને તાપસી મોટી ઉમરની મહિલા શૂટરના રોલમાં

બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર પડકારરૂપ રોલ નિભાવવા માટે જાણીતી છે. હવે આ બંને 'સાંડ કી આંખ' નામની ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું છે જેમાં ગામડાની બે મહિલા દિવાલ પર છાણા થાપતી જોવા મળે છે. આ બંને તાપસી અને ભૂમિ હોઇ શકે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ આ તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. અગાઉ પણ તાપસીએ આ ફિલ્મની ઘોષણા સાથે અનુરાગ કશ્યપ સાથેની તસ્વ્ીર પોસ્ટ કરી હતી. ફિલ્મનું નિર્માણ નિધી પરમાર અને અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. જ્યારે નિર્દેશન તુષાર હિરાનંદાનીનું છે. ભૂમિ, તાપસી ઉપરાંત ફિલ્મમાં વિનીતસિંહ અને પ્રકાશ ઝા પણ મહત્વના રોલમાં ભુમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મની કહાની ઉત્તર પ્રદેશની બે મોટી ઉમરની મહિલા શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમર પર આધારીત છે. 

(9:58 am IST)