ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

'પાનીપત' માટે ખાસ ડાયેટ પ્લાનને અનુસરે છે સંજય

સંજય દત્તની ફિલ્મ કલંકનું ટીઝર સામે આવી ગયું છે. તે જોતાં જ ફિલ્મ જબરદસ્ત હોવાનું સમજાય છે. આ વર્ષમાં સંજય દત્ત પાસે અનેક શાનદાર પ્રોજેકટ છે. કલંકમાં માધુરી દિક્ષીત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા પણ છે. સંજય આ ઉપરાંત બીજી ફિલ્મ 'પાનીપત'માં પણ ખાસ રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મના પોતાના પાવરફુલ રોલ માટે તેણે ડાયેટ પ્લાન બદલી નાંખ્યો છે. તે સખત નિયમોનું પાલન કરી રહ્યો છે. તે કાર્બ અને ફેટ ડાયેટ લેવાથી દુર રહે છે. પ્રોટીન, સલાડ, ચિકન અને ફિશનો વધુ ઉપયોગ કરી રહ્યો છે. તેના પાત્રને ખુબ વજનદાર વસ્ત્રો પહેરવાના હોવાથી સંજય શરીરને મજબૂત બનાવવા ભારેખમ ખોરાક લઇ રહ્યો છે. આ માટે તે જીમમાં પણ પરસેવો પાડી રહ્યો છે. તે ફિલ્મમાં અફઘાન કિંગના રોલમાં છે. આ રોલ માટે તેણે માથાના વાળ પણ ઉતરાવી નાંખ્યા છે. 

(9:58 am IST)