ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

બે ફિલ્મો 'ફોટોગ્રાફ' અને 'મેરે પ્યારે પ્રાઇમ મિનીસ્ટર' રિલીઝ

આજથી બે ફિલ્મો 'ફોટોગ્રાફ' અને 'મેરે પ્યારે પ્રાઇમ મિનીસ્ટર' રિલીઝ થઇ છે. નિર્માતા રિતેશ બત્રા, રોની સ્ક્રુવાલા તથા નિર્દેશક રિતેશ બત્રાની ફિલ્મ 'ફોટોગ્રાફ'માં સંગીત પીટર રીબર્મનું છે. ૧૦૮ મિનીટની આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દીકી, સાન્યા મલ્હોત્રા, ફારૂખ જાફર, દિપક ચોૈહાણ, ગીતાંજલી કુલકર્ણી, વિજય રાજ, જીમ સરભ, આકાશ સિન્હા, શરસકુમાર શુકલા અને બ્રિન્દા ત્રિવેદીએ ભુમિકા નિભાવી છે.

ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી રફી નામના સંઘર્ષ કરતાં એક ફોટોગ્રાફરના રોલમાં છે, તો સાન્યા મલ્હોત્રા ગુજરાતી યુવતી મિલોનીના રોલમાં દેખાશે. જો કે આ ફિલ્મ સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક વિચિત્ર સંયોગ છે. નવાઝે પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ફોટોગ્રાફરના રોલ માટે ઓડિશન આપ્યું હતું, જો કે આ રોલ કરવાની તક તેમને છેક આ ફિલ્મમાં મળી છે.

નવાઝુદ્દીનના  બોલીવુડમાં સ્ટ્રગલ વિશે દરેક વ્યકિતને જાણ છે. શરૂઆતમાં તેણે નાના નાના ઘણા રોલ કર્યા હતા. એક વખત એક ફિલ્મમાં ફોટોગ્રાફરના રોલ માટે પણ ઓડિશન આપ્યું હતું. જો કે તેમાં રિજેકટ કરાયા હતા. ફિલ્મ ફોટોગ્રાફની પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન નવાઝે આ ઘટનાને યાદ કરી હતી. રિતેશ બત્રા લિખિત અને તેમણે જ ડિરેકટ કરેલી આ ફિલ્મને એમેઝોન સ્ટુડિયોઝની સાથે ધ મેચ ફેકટરીએ પ્રોડ્યુસ કરી છે.

બીજી ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઇમ મિનીસ્ટર'ના નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરા તથા નિર્માતા રોકશ, પી.એસ. ભારતી, નોૈમિતસિંઘ, રાજીવ ટંડન, અર્પિત વ્યાસ છે. ફિલ્મનું લેખન મનોજ મૈત્રાએ કર્યુ છે. ફિલ્મમાં અંજલી પાટીલ, ઓમ કનોજીયા, અતુલ કુલકર્ણી, મર્કન્દ દેશપાંડે, રસિકા અગાસે, સોનિયા અલ્બીઝુરી, સાઇના આનંદ, આદર્શ ભટ્ટી, પ્રસાદ સહિતે ભુમિકા નિભાવી છે. આ ફિલ્મની કહાની એવા બાળકની છે જે મુંબઇના એકદમ પછાત એરિયામાં રહે છે. આઠ વર્ષનો કાન્હુ નામનો આ ટેણીયો પોતાની માતા સાથે એક ગંભીર દૂર્ઘટના પછી પ્રાઇમ મિનીસ્ટરને લેટર લખે છે. કાન્હુના રોલમાં ઓમ કનોજીયા અને તેની માતાના રોલમાં નેશનલ એવોર્ડ જીતી ચુકેલી અંજલી પાટીલ છે. ફિલ્મમાં શોૈચાલયની આવશ્યકતા વિશે ખાસ સંદેશો અપાયો છે. તો સાથો સાથ સ્લમ એરિયામાં રહેતાં લોકોની સમસ્યા પણ સામે મુકાઇ છે.  ફિલ્મમાં સંગીત શંકર અહેસાન લોયનું છે. ગીતોનું લેખન ગુલઝારે કર્યુ છે.

 

(9:57 am IST)