ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

આલિયા ભટ્ટ વોલીબોલ ખેલાડી અરૂણિમા સિન્હાની ભૂમિકામાં જોવા મળશે

આલીયા વજન વધારશેઃ દિવ્યાંગો સાથે તાલીમ લેશે

 નવીદિલ્હી,તા.૧૪, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સિલ્વર સ્ક્રીન પર અરૂણિમા સિન્હાની ભૂમિકા જીવંત કરતી નજરે પડી શકે છે.બોલીવુડમાં હાલના દિવસોમાં બાયોપિક ફિલ્મોનુ ંચલન જોરો પર છે આલિયા ભટ્ટ પણ એક બાયોપિક કરવા જઇ રહી છે.આ ફિલ્મ અરૂણિમા સિન્હા પર બની રહી છે અને કહેવાય છે કે આલિયાએ આ ફિલ્મ માટે પોતાની સહમતિ આપી દીધી છે.

એ યાદ રહે કે અરૂણિમા સિન્હા એક નેશનલ વોલીબોલ ખેલાડી હતી જે કેટલાક લુંટારાઓથી લડતા ચાલતી ટ્રેનમાંથી પડી ગઇ હતી આ દુર્ધટનામાં અરૂણિમાએ પોતાનો એક પગ ગુમાવ્યો છે. જો કો અરૂણિમાએ પોતાની હિંમ્મત ગુમાવી નથી અને એક વર્ષની અંદર તે એવરેસ્ટ પર ચઢનારી પહેલી દિવ્યાંગ મહિલા બની ગઇ

કહેવાય છે કે આ ફિલ્મ વોર્ન અગેન ઓન ધ માઉંટેન : એ સ્ટોરી ઓફ લુઝિંગ એવરીથિંગ એન્ડ ફાઇડિંગ બૈક નામના પુસ્તક પર આધારીત હશે.આ ફિલ્મને કરણ જૌહર અને વિવેક રંગાચારી પ્રોડયુસ કરશે

ફિલ્મમાં અરૂણિમાનૂ ભૂમિકા નિભાવવા માટે આલિયાને વજન વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.આ ફિલ્મ માટે આલિયાને દિવ્યાંગ વ્યક્તિઓની સાથે કડક તાલીમ લેવી પડશે કહેવાય છે કે આ ફિલ્મની શરૂઆતનું શુટીંગ લખનૌમાં કરવામાં આવશે.એપ્રિલ ૨૦૧૧માં લખનૌથી નવીદિલ્હી આવી રહેલ એક રાષ્ટ્રીય સ્તરની વોલીબોલ ખેલાડીને કેટલાક બદમાશોએ ચાલતી ટ્રેનથી ધક્કો મારી દીધો હતો આ દુર્ઘટનામાં તે ખેલાડીનો એક પગ કપાઇ ગયો હતો બે વર્ષ બાદ લોકોએ તે ખેલાડીને દુનિયાના સૌથી ઉચા પવર્ત માઉટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવતી જોઇ અને તેની હિમ્મતને સલામ કરી તે ખેલાડી હતી અરૂણિમા સિન્હા.

(3:47 pm IST)