ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

બાયોપિક બાદ હવે 'મોદી'નામની નવી વેબ સિરીઝ આવશેઃ વડાપ્રધાન 'મોદી'ના જીવનની અનકહી કહાનીઃ ફર્સ્ટ લુક જાહેર

'મોદી' ટાઈટલથી બની રહેલ ૧૦ એપિસોડની આ વેબ સિરીઝ ડિઝીટલ પ્લેટફોર્મ પર રજૂ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાયોપિક ખૂબ ચર્ચામાં છે. જેમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ત્યારે  ડિઝિટલ પ્લેટફોર્મ ઈરોસ નાઉની વેબ સિરીઝમાં PM મોદીની કહાની જોવા મળશે. જેનું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવી ચૂકયું છે.

'મોદી' ટાઈટલથી બની રહેલા ૧૦ એપિસોડની આ વેબ સિરીઝને ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉ અને બેંચમાર્ક પિકચર્સના ઉમેશ શુકલા અને આશિષ વાઘ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં વડાપ્રધાન મોદીનું પાત્ર મહેશ ઠાકોર ભજવશે. ઉમેશ શુકલાના નિર્દેશનમાં બનેલી આ વેબ સિરીઝનું ફર્સ્ટ સુક પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.

ડિઝિટલ પ્લેટફોર્મ ઇરોસ નાઉના ટ્વીટર હેંડલ પર પોસ્ટર શેર કરતા લખ્યું કે, 'સામાન્ય માણસથી PM સુધી, નેતા મોદીને જાણો છો, પરંતુ શું તમે તે માણસને જાણો છો? #ErosNow ભારતના PM પર સોથી વધારે માંગ ધરાવતી બાયોપિક #Modiની જાહેરાત કરી છે. @Umeshkshukla દ્વારા નિર્દેશિત મોદીના જીવનની અનકહી કહાનીની સાક્ષી બનનાર આ વેબ સીરિઝ એપ્રિલમાં રીલિઝ થશે.'

    આ સાથે જ પોસ્ટરના થોડા સમય પહેલા ઈરોસ નાઉના ટ્વીટર હેન્ડલ પર જ વેબ સીરિઝની ઘણી તસવીરો શેર કરતા લખ્યું કે, ' એક અનકહી કહાનીની સાક્ષી બનવા માટે તૈયાર થઈ જાઓ. એપ્રિલ, ૨૦૧૯માં  ડિઝિટલ પ્લેટફોર્મ ઈરોસ નાઉ પર 'મોદી'ટાઈટલથી બનેલી ૧૦ એપિસોડની આ વેબ સીરિઝનું પ્રીમિયર હશે.

(3:37 pm IST)