ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

દિકરા આરવને કારણે વેબસિરીઝ સ્વીકારી અક્ષયે

અનેક મોટા સ્ટાર બોલીવૂડ ઉપરાંત ટીવી પરદે અને હવે વેબ સિરીઝમાં પણ કામ કરતાં થયા છે. અક્ષય કુમારનો પણ તેમાં સમાવેશ થાય છે. શાહરૂખ ખાને પણ કહ્યું હતું કે તે સારી કહાની મળતાં જ વેબસિરીઝ કરશે. સૈફ અલી ખાન, રિચા ચઢ્ઢા, વિવેક ઓબરોય, નવાજુદ્દીન સહિતે વેબ સિરીઝ કરી છે. અક્ષય કુમાર 'ધ એન્ડ' નામની સિરીઝ કરી રહ્યો છે. તેના આ ડિઝીટલ ડેબ્યુ પાછળ પુત્ર આરવનો હાથ છે. આરવે કહ્યું હતું કે આજના યુગમાં યુવાઓમાં વેબ સિરીઝ ખુબ લોકપ્રિય માધ્યમ બન્યું છે. આથી અક્ષય આ ફિલ્ડમાં કામ કરવા તૈયાર થયો છે. અમેઝોન પ્રાઇમ પર આવનારી અક્ષયની આ સિરીઝ જબદરસ્ત એકશનથી ભરપુર હશે. આ વેબ સિરીઝ માટે અક્ષયને નેવું કરોડ ફી ચુકવવામાં આવી છે. અક્ષય વર્ષમાં બસ્સો દિવસ કામ કરે છે.

 

(9:57 am IST)