ફિલ્મ જગત
News of Thursday, 14th March 2019

ટીવી પરદાનો વધુ એક કલાકાર કરશે લગ્ન

ટીવી પરદાના કોઇને કોઇ કલાકારો દર વર્ષે લગ્ન બંધને બંધાતા રહે છે. આ વખતે આ લિસ્ટમાં ટીવી પરદાના મહારાણા પ્રતાપ એવા ફૈઝલ ખાનનું નામ ઉમેરાયું છે. ૨૧ વર્ષની ઉમરે ફૈઝલ શાદી કરી રહ્યો છે. ફૈઝલે પોતાની ગર્લફ્રેન્ડ મુશ્કાન કટારીયા સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યુ છે. આ બંનેને મુલાકાત જોધપુરના એક ફેશન શોમાં થઇ હતી. ફૈઝલથી જો કે મુશ્કાન ઉમરમાં મોટી છે. પણ ફૈઝલ કહે છે કે પ્રેમની કોઇ ઉમર નથી હોતી, તમે જો એક બીજાને સમજતાં હોય તો ઉમરનું મહત્વ નથી. ફૈઝલે કહ્યું હતું કે મુશ્કાનને ખોટા દેખાવ કરતાં હોય તેવા લોકો પસંદ નથી. ફૈઝલ ડાન્સ રિયાલીટી ચેમ્પ સિઝન-૨માં વિજેતા પણ બન્યો હતો. તે દેશ વિદેશમાં સ્ટેજ ડાન્સમાં પણ ભાગ લેતો રહે છે.

 

(9:57 am IST)