સુષ્મિતા સેન પણ કરી શકે છે આવતા વર્ષે લગ્ન!
મુંબઇ : સુષ્મિતા સેનના પ્રેમના ઘણા કિસ્સા છે. એનું અફેર વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, વસીમ અકરમ, મુદસ્સર અજીઝ અને માનવ મેનન સાથે રહ્યું છે
ફિલ્મ અભિનેત્રી સુષ્મિતા સેન એનો બોયફ્રેન્ડ રૂમહન શૉલ સાથે સમય પસાર કરી રહી છે. બન્નેની વચ્ચે ઘણી નિકટતા જોવા મળી રહી છે અને સમાચાર આવી રહ્યા છે કે તેઓ લગ્ન પણ કરવાના છે.
સુષ્મિતા સેન અને રૂમહન શૉલને કેટલાક અવસરોમાં અલગ-અલગ જગ્યા પર ડિનર કરતા જોવા મળ્યા છે. હાલમાં જ બન્નેને એક અભિનેત્રીના ઘરે દિવાળી પાર્ટી પર પણ સાથે દેખાયા. સુષ્મિતા સેન રૂમહન શૉલને લવ ઑફ લાઈફ કહે છે. એટલું જ નહીં રૂમહન શૉલને સુષ્મિતા સેનની દિકરીઓ રેની અને અલીશાની સાથે પણ જોવા મળ્યા છે. હવે એવું અનુમાન લગાવી રહ્યા છે કે બન્ને આવતા વર્ષે લગ્ન કરવાના છે.
સુષ્મિતા સેન અને રૂમહન શૉલ છેલ્લા બે મહિનાથી એક બીજાની સાથે ડેટ કરી રહ્યા છે. બન્નેની મુલાકાત ફેશન ઈવેન્ટમાં થઈ અને બહુ સારા મિત્ર પણ બની ગયા. બન્ને એ એકબીજાની સાથે વિવાહની વાત પણ કરી અને બન્ને વચ્ચે સંબંધ સારા રહ્યા તો આવતા વર્ષે લગ્ન પણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રૂમહન શૉલે સુષ્મિતા સેનને પ્રપોઝ કર્યો છે. બન્ને આ સમયે આવતા વર્ષ માટે લગ્નની તારીખ શોધી રહ્યા છે.