ફિલ્મ જગત
News of Thursday, 8th November 2018

અક્ષય કુમાર માટે આ દેશના રાજાના ભાઈ પર થયો કેસ!

લંડન: બોલિવૂડ સ્ટાર્સના ફેન ઈજિપ્તના એક વ્યાપારીએ બેહરીનના શાહી ખાનદાન સાથે સંબંધ ધરાવનારા એક શેખ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વ્યાપારીએ આશરે 4 કરોડ 25 લાખ ડૉલરના વળતરનો દાવો કર્યો છે. આ બાબતે હવે યુનાઈટેડ કિંગડમ હાઈકોર્ટમાં આગામી સપ્તાહથી સુનવણી શરૂ થશે.

બહેરીનના કિંગના પિતરાઈ ભાઈ પર ઈજિપ્તના અહમદ અદેલ અબ્દુલ્લા અહમદે આરોપ લગાવ્યો છે કે. શેખ લંડનમાં 2015માં તેના સાથે થયેલા એક કરારમાંથી પલટી ગયો છે. અહમદે દાવો કર્યો છે કે, શેખે તેની કંપની CBSC ઈવેન્ટ્સ સાથે વિધિવત કરાર કર્યો હતો કે, તે બોલિવૂડના તે નામચિહ્ન 26 લોકો સાથે તેની પ્રાઈવેટ મિટિંગ કરાવી શકે છે જે તેને ગમે તે.

અહમદે કહ્યું કે, શેખે મુંબઈ અને દુબઈમાં સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ અને આદિત્ય રૉય કપૂર સાથે તેની મુલાકાત કરાવી અને તેના બદલામાં 30 લાખ અમેરિકન ડૉલર વસૂલ્યા. શેખે ત્યારબાદ કરાર તોડી નાખ્યો અને બે અન્ય સ્ટાર અક્ષય કુમાર અને આમિર ખાન સાથે મુલાકાત કરાવવાના વાયદાથી ફરી ગયો આનાથી અહમદના બિઝનેસને નુકસાન થયું છે.

શેખે પોતાના બચાવમાં કહ્યું કે, તે આ કરારમાંથી એટલે બહાર આવી ગયો કેમ કે, અહમદે તેના પર ગેરવ્યાજબી દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તે એવી મુલાકાતો માટે કહેવા લાગ્યો જે શક્ય નહોતી. ઉલ્લેખનીય છે કે, યૂકેની કોર્ટમાં મૌખિક કરાર અંગે પણ સુનવણીની જોગવાઈ છે.

(4:17 pm IST)