News of Friday, 12th October 2018
મજેદાર કોમેડી ફિલ્મમાં અમિત સાધ જાસૂસના રોલમાં
ફિલ્મ 'જૈક એન્ડ દિલ'નું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા બાદ મજેદાર ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. આ કોમેડી ફિલ્મમાં અરબાઝ ખાન, અમિત સાધ, સોનલ ચોૈહાણ અને એવલીન શર્મા મુખ્ય ભૂમિકામાં છે. અમિત સાધ એક જાસૂસના રોલમાં જોવા મળશે. જેને અરબાઝ ખાન પોતાની પત્નિ સોનલ ચોૈહાણની જાસૂસી કરવાનું કામ સોંપે છે.
અરબાઝને શંકા હોય છે કે તેની પત્નિનું કોઇ બીજા સાથે અફેર ચાલે છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ખુદ જાસૂસ અમિત પોતે જ સોનલ સાથે અફેર કરી બેસે છે. એવલીન શર્મા એક મોડેલના પાત્રમાં જોવા મળશે જે જૈક (અમિત)ને પ્રેમ કરતી હોય છે. ફિલ્મનું નિર્દેશન સચીન કરાંડેએ કર્યુ છે અને ફિલ્મ બીજી નવેમ્બરે રિલીઝ થશે.
(10:00 am IST)