ટીવી સ્ટારની બોલીવુડમાં ડેબ્યુની બોલબાલા: હવે અભિષેક બજાજ કરશે આ ફિલ્મમાં કામ
મુંબઇ: વધુ એક ટીવી સ્ટાર ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યો છે. ટીવી સ્ટાર અભિષેક બજાજને ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ માટે સાઇન કર્યો હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા અને તારા સુતરિયા પણ ચમકી રહી છે. આ ફિલ્મનંુ ડાયરેક્સન પુનિત મલ્હોત્રા કરવાના છે. અભિષેક ટાઇગરના હરીફનો રોલ કરશે. હાલ એ ટીવી પર બીટ્ટી બિઝનેસ કી નામના ટીવી શોમાં ચમકી રહ્યો છે. અભિષેકે મિડિયાને કહ્યું હતું કે આ રોલ સાવ ઉપરછલ્લો કે ટૂંકો નથી, ફૂલફ્લેજ્ડ રોલ છે. મારે ટાઇગરની સાથે હરીફાઇ કરવાની છે. એણે એક નિવેદન દ્વારા કહ્યું હતું કે મને કારકિર્દીના ઉદયકાળે આટલી સરસ તક મળી એને હું મારું સદ્ભાગ્ય ગણું છું અને ટાઇગર સાથે ચમકવાના વિચારમાત્રથી ઉત્તેજિત છું. ફિલ્મનું શૂટિંગ શરૃ થાય એની મને તાલાવેલી લાગી છે. હું મારું સંપૂર્ણ કૌવત મારા રોલમાં કામે લગાડીશ.'ટીવી શો હોય કે ફિલ્મ હોય મારે સારા અભિનેતા તરીકે મારી જાતને સ્થાપિત કરવી છે અને એ માટે ગમે તેટલો પુરુષાર્થ કરવો પડે, હું મહેનત કરતાં અચકાઇશ નહીં. એણે વધુમાં કહ્યું કે ટાઇગર એકદમ નમ્ર અને વાસ્તવિક દુનિયામાં જીવનારો કલાકાર છે એવી મને પહેલીજ મુલાકાતમાં પ્રતીતિ થઇ હતી