ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

સોનાલી બેન્દ્રે બહલની નવી હેર સ્ટાઈલ

સોનાલી બેન્દ્રે બહલે ગઈકાલે ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે નવા લુકમાં દેખાઈ રહી છે. તેને હાઈ-ગ્રેડ કેન્સર હોવાથી તે ન્યુયોર્કમાં એની સારવાર લઈ રહી છે. કીમોથેરપી આપવાના હોવાથી સોનાલીએ તેના હેર શોર્ટ કરી નાખ્યા હોય એવું બની શકે છે. આ ફોટો શેર કરતા સોનાલીએ લખ્યું હતું કે 'દરેક દિવસ એક નવી ચેલેન્જ સાથે આવે છે. હું દરેક ચેલેન્જને એક પછી એક લઈ રહી છું, હું એવી આશા રાખી રહી છું કે આ તમને એનો અહેસાસ અપાવશે કે હું હજી લડી રહી છું અને હું શેમાંથી પસાર થઈ રહી છું એ તમે સમજી શકો છો.'

(4:10 pm IST)