ઐશ્વર્યાએ સાસુ-સસરાની 45મી વેડિંગ એનિવર્સરી પર આપી ખાસ શુભેચ્છા: ફેન્સે કહ્યું પરફેક્ટ બહુ :પણ અભિષેક કેમ નથી
મુંબઈ ::બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પત્ની જયા બચ્ચનની 45મી એનિવર્સરી પર વહુ ઐશ્વર્યા રાય બચ્ચને તેને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યા પછી પહેલીવાર સ્પેશિયલ ડે પર ઐશ્વર્યાએ સાસુ-સસરાને વિશ કર્યું હતું.જોકે તેમાં અભિષેકની કમી પણ ફેન્સે નોંધ લીધી હતી
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની 45મી એનિવર્સરી પર ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી એક ખાસ મેસેજ આપ્યો હતો. ઐશ્વર્યાએ એક તસવીર સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આપ્યો હતો. આ તસવીરમાં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે દીકરી આરાધ્યા અને જયા-અમિતાભ પણ જોવા મળે છે.
ઐશ્વર્યાએ આ તસવીર પોસ્ટ કરતાં કેપ્શનમાં એશે લખ્યું હતું કે,’હેપ્પી એનિવર્સરી મા અને પા. લવ, હેલ્થ એન્ડ હેપિનેસ, ઓલ્વેઝ ગોડ બ્લેસ’ ઐશ્વર્યાની આ પોસ્ટ જોયા પછી ફેન્સે ઐશ્વર્યા રાય બચ્ચનને પર્ફેક્ટ વહુ કહી હતી. આ દરમિયાન અનેક યુઝર્સે એશને સવાલ પણ પૂછ્યા હતાં કે શા માટે અભિષેક જોવા નથી મળી રહ્યો.
ઐશ્વર્યાએ આ તસવીર શૅર કરતાં જ કેટલાક યુઝર્સે સવાલ પણ ઉઠાવવાના શરુ કર્યાં હતાં. કેટલાક યુઝર્સે પૂછ્યું હતું કે,’એશ શા માટે પતિ સાથે તસવીર શૅર નથી કરતી?’ અમિતાભ બચ્ચને પણ ટ્વિટર એકાઉન્ટ પરથી તેમની એનિવર્સરી પર વિશ કરનારનો આભાર માનતાં ટ્વીટ કરી હતી કે, ‘Amitabh bachchan, jaya bachchan, Big B wedding anniversary, bollywood, entertainment’
અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર તેમજ બ્લોગ પર એક્ટિવ જોવા મળે છે, જોકે, આ મામલે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ખાસ એક્ટિવ નહોતાં. તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. ઐશ્વર્યા અવારનવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે.