ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

મલ્લિકા દુઆને મળી શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોમાં કામ કરવાની તક

મુંબઇ:મહિલા સ્ટેન્ડ અપ કોમેડિયન મલ્લિકા દુઆને બોલિવૂડના બેતાજ બાદશાહ કહેવાતા શાહરુખ ખાને પોતાની ઝીરો ફિલ્મ માટે સાઇન કરી હોવાનું જાણવા મળ્યું હતું.અગાઉ મલ્લિકાએે સાકેત ચૌધરીની હિટ ફિલ્મ હિન્દી મિડિયમમાં પંજાબી કૂડીનો રોલ કર્યો હતો. રોલને સારો આવકાર પણ સાંપડયો હતો. હવે શાહરુખ ખાને એને તક આપી છેજો કે એના રોલ વિશે મિડિયાને હજુ કોઇ માહિતી આપવામાં આવી નથી. હાલ શાહરુખ અમેરિકામાં શૂટિંગ કરી રહ્યો છે.

મલ્લિકાને નાનકડો રોલ મળે એવી શક્યતા છે એવું ડાયરેક્ટર આનંદ એલ રાયના પ્રવક્તાએ કહ્યું હતું. આનંદ એલ રાય અને શાહરુખ ખાને હજુ સુધી ફિલ્મની વિગતો જાહેર કરી નથી. માત્ર એટલું જાહેર કર્યું હતું કે લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખ ફિલ્મમાં વહેંતિયાનો રોલ કરી રહ્યો છે. મલ્લિકાના રોલ અંગે સમય આવ્યે જાહેર કરવામાં આવશે એવું પ્રવક્તાએ કહ્યું હતું.હિમાંશુ શર્મા લિખિત ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી છે. શાહરુખ ખાન સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ ફિલ્મમાં ચમકી રહી છે. ફિલ્મ ચાલુ વર્ષના ડિસેંબરની ૨૧મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે.

(3:40 pm IST)