ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

શિલ્પા શેટ્ટીને લાગ્યો કોમેડી ફિલ્મ કરવાનો ચસ્કો

મુંબઇ:શિલ્પા શેટ્ટી હાલ ફિલ્મોથી તો દૂર થઇ ગઇ છે પરંતુ ટચૂકડા પડદે રિયાલિટી શોમાં નિર્ણાયક તરીકે દેખા દે છે. શિલ્પાને હવે ફિલ્મોમાં ફક્ત નામ અને દામ કમાવવા હિસ્સો નથી બનવું પરંતુ તેને હવે કોમેડી ફિલ્મની ઇચ્છા થઇ છે.

''સમય અને અનુભવથી ઘડાવાને કારણે મારી સ્ક્રિપ્ટ સેન્સ હવે બદલાઇ ગઇ છે. મને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વરસ થઇ ગયા છે. જોકે મેં છેલ્લા આઠ-નવ વરસથી ફિલ્મમાં કામ કર્યું નથી. હું હાલ તો ટચૂકડા પડદે સક્રિય છું અને લોકોને મારામાં હજી પણ વિશ્વાસ છે, તેમ શિલ્પાએ પીટીઆઇને જણાવ્યું હતું.૪૨ વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે ફિલ્મો તેના જીવનના એક ભાગ સમાન છે. હવે તેને ભૂતકાળમાં જે નથી કર્યું તે કરવામાં રસ છે. ' હવે મને વધુ રસ પડે તેવી ફિલમોમાં કામ કરવું છે. ભૂતકાળમાં હું જે વિષય પર કામ કરી શકી નથી તેમાં હવે કામ કરવાનો રસ છે. મને હજી પણ ફિલ્મોની ઓફર મળે છે.

 

(3:40 pm IST)