ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો ફિલ્મ 'સેલ્યુટ' માટે કરીના કપૂરે હા પાડી

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર ખાને હા-ના હા-ના કરતાં આખરે સેલ્યુટ ફિલ્મ સ્વીકારી લીધી હોવાની માહિતી મળી હતી. ફિલ્મ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો ફિલ્મ છે. અગાઉ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો પરંતુ એની પાસે તરત બલ્કમાં આપી શકાય રીતે તારીખો નહોતી એટલે એણે ફિલ્મ છોડી દીધી હતી અને શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું. શાહરુખ ખાને એવી શરતે ફિલ્મ સ્વીકારી લીધી હતી કે આમિરે રાકેશ શર્માના પાત્રને જીવંત કરવા જે સંશોધન કર્યું હોય એની વિગતો શાહરુખ ખાનને આપવી. આમિરે શરત સ્વીકારી લીધી હતી એટલે શાહરુખે સેલ્યુટ ફિલ્મ સ્વીકારી હતી. ત્યારબાદ ફિલ્મની હીરોઇનની તલાશ શરૃ થઇ હતી. છેલ્લા થોડા દિવસથી એવી વાતો વહેતી થઇ હતી કે પ્રિયંકા ચોપરા ફિલ્મ કરશે પરંતુ પ્રિયંકા અને શાહરુખ વચ્ચે છેલ્લાં થોડાં વરસથી અબોલા હોવાથી વાત શક્ય બને એવી નહોતી. અગાઉ કરીનાનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ એે હા-ના હા-ના કરતી હતી. આખરે એણે ફિલ્મ સ્વીકારી લીધી હતી.

(3:39 pm IST)