દસ વર્ષ પછી ફરી અક્ષય કુમાર યશ રાજની ફિલ્મ કરશે
મુંબઇ:ટોચનો એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમાર દસેક વર્ષના ગાળા બાદ ફરી એકવાર યશ રાજની ફિલ્મ કરશે એવું જાણવા મળ્યું હતું. હાલ અક્ષય બીઝી કલાકારોમાં એક છે. પેડમેન અને ટૉયલેટ એક પ્રેમકથા જેવી સામાજિક સંદેશ ધરાવતી ફિલ્મ કર્યા પછી હાલ એ હેરાફેરી થ્રી અને હાઉસફૂલ ફોર કરી રહ્યો છે. બંને ફિલ્મો સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઇઝ છે. ઉપરાંત એણે કરીના કપૂર ખાન સાથે એક ફિલ્મ કરવાની હા પાડી છે. દરમિયાન, મળેલી માહિતી મુજબ દસ વર્ષના ગાળા બાદ ફરી એકવાર અક્ષય યશ રાજ સાથે ફિલ્મ કરવાનો છે. અગાઉ દસેક વર્ષ પહેલાં અક્ષયે યશ રાજની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં એક કેમિયો રોલ કર્યો હતો. ત્યારબાદ અક્ષયે યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ તાશન કરી હતી જે બોક્સ ઑફિસ પર પટકાઇ પડી હતી. ત્યારબાદ યશ રાજ અને અક્ષયે સાથે કામ કર્યુ ંનહોતું. હવે ફરી આ બંને સાથે કામ કરવાના છે. તાજેતરમાં યશ રાજે અક્ષયનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની ફિલ્મ કરવા નોતર્યો હતો. જો કે ઐાપચિરાક કરાર વગેરે બાકી છે અને ફિલ્મ વિશે પણ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.