ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

પ્રથમ દિવસે ૧૦ કરોડ ૭૦ લાખની કમાણી કરી 'વીરે દી વેડિંગ'

મુંબઈ: શશાંક ઘોષના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ વીરે દી વેડિંગ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મેળવવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે ૧૦ કરોડ ૭૦ લાખ રુપિયાનો બિઝનેસ કર્યો છે. ૩૦ કરોડના બજેટમાં બનેલ ફિલ્મ ફર્સ્ટ ડે કલેક્શન મામલે પેડમેન અને રેડનો રેકોર્ડ તોડી ચુકી છે. આપને જણાવી દઈએ કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ પેડમેને પ્રથમ દિવસે ૧૦ કરોડ ૨૬ લાખ રુપિયા અને અજયની રેડ ફિલ્મે ૧૦ કરોડ લાખ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. પ્રથમ દિવસના બિઝનેસની વાત કરવામાં આવે તો વીરે દી વેડિંગ વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. ત્યારે ફિલ્મ આગામી સમયમાં વધુ સારી કમાણી કરે તેવી શક્યતા છે. ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ બન્ને તરફથી સારો રીસ્પોન્સ મળ્યો છે. મહત્વનુ છે કે ફિલ્મ વીરે દી વેડિંગમાં સોનમ કપુર, કરીના કપુર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા મુખ્ય ભૂમિકામાં છે. 

(3:38 pm IST)