ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

ઐશ્વર્યાની ફિલ્મની તારીખ ફરીથી બદલવામાં આવી

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'ફન્ને ખાં'નું શુટીંગ ચાલી રહ્યું છે. જેમાં તે એ ગાયીકાનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનો શાનદાર આકર્ષક લૂક જોવા મળવાનો છે. પરંતુ ફિલ્મની રિલીઝ તારીખ સ્પષ્ટ થતી નથી. ઐશ્વર્યા સાથે ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ છે. પહેલા આ ફિલ્મ સલમાન ખાનની રેસ-૩ સાથે ૧૫ જુનના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં ટક્કર ટાળવા રિલીઝની તારીખ ૧૩ જુલાઇ કરવામાં આવી હતી. હવે ફરીથી આ ફિલ્મની તારીખ બદલવામાં આવી છે. હવે ૩ ઓગષ્ટના ફન્નેખાં રિલીઝ થશે તેવું નક્કી કરાયું હતું. ત્યારે હવે આ ફિલ્મની ટક્કર ઇરફાન ખાનની 'કારવા' સાથે થશે. કારવા પહેલા ૧૦મી ઓગષ્ટના આવવાની હતી. પણ હવે નિર્માતા તેની તારીખ આગળ લાવ્યા છે.

(9:33 am IST)