ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

ટીવી અભિનેત્રી પ્રાચીને મળી મલયાલમ ફિલ્મ

સ્ટાર પ્લસનો શો ઇકયાવન તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. તે સાથે આ શોના કલાકારો ભાવુક બની રહ્યા છે. મુખ્ય પાત્ર નિભાવનારી પ્રાચી તેહલાન પણ તેમાંથી બાકાત નથી. ખુબ ઓછા સમયમાં પ્રાચીએ એક ખેલાડીમાંથી અભિનેત્રી તરીકે કરોડો લોકોને ચાહક બનાવ્યા છે. હવે તે મલયાલમ ફિલ્મમાં પણ કામ કરવાની છે. પ્રાચીએ કહ્યું હતું કે આ શોની સફરને શબ્દોમાં રજુ કરી શકાય તેમ નથી. મને ઘણુ શીખવા મળ્યું છે. કારકિર્દી માટે આ શો ખુબ મહત્વનો રહ્યો છે. આ શો થકી લોકોને એવું દેખાડાયું છે કે છોકરીઓ જેવો વ્યવહાર ન કરતી નારીના લગ્ન પણ થઇ શકે છે. પ્રાચીએ સાથી કલાકારોના પણ ખુબ વખાણ કરી લાગણી દર્શાવ્ી હતી. તે કહે છે મારી પાસે આ બધાની યાદોનો ભંડાર છે. હવે તે મલયાલમ સુપરસ્ટાર મમૂટી સાથે ફિલ્મ કરી રહી છે.

(9:32 am IST)