ફિલ્મ જગત
News of Monday, 4th June 2018

સંજય અને રિતીકની દોસ્તીમાં ફરક પડ્યો નથી

રિતીક રોશન ચાહકોને ખુશ રાખવા વધુને વધુ ફિલ્મો કરવા તૈયાર છે. હવે તે સંજય લીલા ભણશાલીની એક ફિલ્મમાં જોવા મળે તેવી શકયતા છે. સંજયની પાછલી ત્રણ ફિલ્મો ગોલીયો કી રાસલીલા-રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત બોકસ ઓફિસ પર સફળ રહી હતી અને આ ફિલ્મોને ચર્ચા પણ જગાવી હતી. સંજયની વધુ ફિલ્મોની લોકો રાહ જોઇ રહ્યા છે. અગાઉ રિતીક અને સંજયએ સાથે મળી ગુજારીશ ફિલ્મ કરી હતી. જેમાં એશ્વર્યા રાય પણ હતી. પરંતુ આ ફિલ્મ સુપરફલોપ નિવડી હતી. આ ફિલ્મ વિશે સલમાને ખાને તો એવું પણ કહી દીધું હતું કે કુતરો પણ જોવા ન જાય તેવી ફિલ્મ છે. જો કે ફિલ્મ ફલોપ નિવડી છતાં સંજય-રિતીકની દોસ્તીમાં ફરક પડ્યો નથી. જોઇએ હવે આ બંને કેવી ફિલ્મ લાવે છે.

(9:32 am IST)