ફિલ્મ જગત
News of Monday, 16th April 2018

ફરી એકવાર સાથે રોમાન્સ કરશે દીપિકા-રણવીર

મુંબઇ:સુપરહિટ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ નજીકના ભવિષ્યમાં પ્રતિષ્ઠિત બેનર યશ રાજની એક ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી. અત્યાર અગાઉ બંનેએ લાગલાગટ સંજય લીલા ભણસાલીની એક પછી એક ત્રણેક ફિલ્મ કરી હતી જે ત્રણે સુપરહિટ નીવડી હતી. રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત. તાજેતરમાં એવી વાતો પણ વહેતી થઇ હતી કે ૨૦૧૮ના ડિસેંબરમાં બંને કલાકોર પરણી જશે. રણવીરે ૨૦૧૩થી દીપિકા સાથે અફેર ચાલી રહ્યો હોવાની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. પરંતુ એણે એવી સ્પષ્ટતા કરી કે ચાલુ વરસે તો અમને પરણવાનો સમય મળે એવું લાગતું નથી. અમે બંને બીઝી છીએ.

 

 

(4:52 pm IST)