ફિલ્મ જગત
News of Friday, 20th November 2020

ટ્વિટર પર મનોજ બાજપેયીના નામે ફેક એકાઉન્ટ: અભિનેતાએ ચાહકોને આપી ચેતવણી

મુંબઈ: બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ અંગે ચાહકોને સજાગ કર્યા છે. તેણે કહ્યું હતું કે, ટ્વિટર પર તેના નામે એક બનાવટી એકાઉન્ટ અસ્તિત્વમાં છે. મનોજ બાજપેયીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી છે. મનોજ બાજપેયીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે જે તેમના નામે બનાવટી આઈડી બતાવે છે. મનોજ બાજપેયીનું નામ આઈડીમાં લખેલું છે અને તેનો ફોટો પણ જોડાયેલ છે. મનોજ બાજપેયીએ કેપ્શનમાં લખ્યું કે, 'આ બનાવટી એકાઉન્ટ છે. સાવધાન રહો. ચાહકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.

(5:25 pm IST)