ફિલ્મ જગત
News of Friday, 20th November 2020

અંકિતા બોયફ્રેન્ડ સાથે અત્યંત ખુશ

ટીવી પરદેથી બોલીવૂડના પરદે પહોંચી ચુકેલી અંકિતા લોખંડે સોશિયલ મિડીયા પર સક્રિય રહેતી અભિનેત્રીઓ પૈકીની એક છે. ઇંસ્ટાગ્રામ પર તેણે તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથેની તસ્વીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે-યહાં હૈ મેરા બેબી. અંકિતા વિક્કીના ખોળામાં બેઠેલી તસ્વીરમાં જોવા મળે છે. વિક્કી સોફા પર બેઠેલો છે.  બોયફ્રેન્ડ સાથે અંકિતા અત્યંત ખુશ છે. બોલીવૂડમાં પહોંચ્યા પછી પણ અંકિતાએ ટીવી માટેનું કામ ચાલુ રાખ્યું છે. તે છેલ્લે બાગી-૩માં જોવા મળી હતી. જેમાં ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રધ્ધા કપૂર હતાં. મધ્યપ્રદેશ ઇન્દોરમાં જન્મેલી અંકિતા ૨૦૦૪થી અભિનય કરી રહી છે. બાલાજી ટેલિફિલ્મ્સના પવિત્ર રિશ્તા શોએ તેને ઓળખ આપી હતી. ઝલક દિખલા જા, કોમેડી સર્કસ, સપને સુહાને લડકપન કે, એક થી નાયકા, શકિત-અસ્તિત્વ કે અહેસાસ કી સહિતના શો કરી ચુકી છે. મણિકર્ણીકા તેની પહેલી ફિલ્મ હતી.

 

(9:40 am IST)