ફિલ્મ જગત
News of Wednesday, 20th November 2019

કિંગખાનની પુત્રી સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ રિલીઝ : લાખો લોકોએ નિહાળી

'ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ'ને યુટ્યુબ પર રિલીઝ કરાઈ

મુંબઈ : બોલીવુડના બાદશાહ શાહરૂખખાનની પુત્રી સુહાના ખાનની શૉર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઑફ બ્લ્યુ'ને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા સુહાનાએ સ્ક્રીન પર ઍક્ટિંગમાં એન્ટ્રી કરી છે. તે પહેલાં થિયેટરમાં ઍક્ટિંગ કરી ચૂકી છે. તે હાલમાં ન્યુ યૉર્કમાં સ્ટડી કરી રહી છે. તેની આ પહેલી શૉર્ટ ફિલ્મ ૧૦ મીનિટ અને પાંચ સેકેન્ડની છે.

  આ ફિલ્મની સ્ટોરી એક યંગ કપલની બે દિવસની રોડ ટ્રિપ પર આધારિત છે. તેઓ છોકરીના પેરન્ટ્સને મળવા માટે જતાં હોય છે. એ દરમ્યાન તેમને લાઇફની કેટલીક વાસ્તવિક્તાઓ, પ્રેમ અને રિલેશનશીપ વિશે જાણવા મળે છે. આ ફિલ્મને અનેક લોકોએ જોઈ છે. સમાચાર બનતા સુધીમાં આ ફિલ્મને ૪.૪૯ લાખ લોકોએ જોઈ છે અને ચાર હજારથી વધુ લાઇક્સ મળી છે.

(12:37 pm IST)