ફિલ્મ જગત
News of Wednesday, 20th November 2019

ખાલી શર્ટ પહેરી નીકળી મલાઇકા, લોકોએ પૂછયું, પેન્ટ કયાં?

મલાઇકાને સોશિયલ મીડિયા પર અનેક અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડયો

મુંબઇ, તા.૨૦: બોલિવૂડમાં પોતાના બોલ્ડ લૂકસ અને આઇટમ સોંગ માટે જાણીતી મલાઇકા અરોરા  હંમેશા જ કંઇકને કંઇ કારણથી ચર્ચામાં રહે છે. કયારેક અર્જૂન કપૂરની સાથે તેના સંબંધોના લીધે, તો કયારેક કપડા માટે. મલાઇકા એક જાણીતી મોડેલ છે અને અવારનવાર તે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં વ્હાઇટ શર્ટ પહેરીને આઉટિંગ માટે નીકળેલી મલાઇકાની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ આ તસવીરોમાં મલાઇકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર તેને અનેક અભદ્ર ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો.

મલાઇકાની આ તસવીરો માનવ મંગલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મલાઇકા અરોરા સંડે ડિનર પછી તેની બહેન અમૃતાના દ્યરથી બહાર સ્પાર્ટ થઇ હતી. જે દરમિયાન મલાઇકાએ સફેદ રંગનું શર્ટ પહેર્યો હતો. અને આ ડ્રેસ સાથે કેપ અને હાઇ બૂટ્સ પહેર્યા હતા. વળી નેક પર સ્લિવર રંગનું પર્સ કેરી કર્યું હતું.

જે પર મલાઇકાને યુઝર્સે પુછ્યું કે શું તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે. તો બીજા એક યુર્ઝર્સે કહ્યું કે મલાઇકાના ચહેરા પર તેમની વધતી ઉંમર સ્પષ્ટ દેખાય છે. આ સિવાય લોકો કહ્યું કે મલાઇકાની પહેલાની તસવીરો જોઇને ખબર પડે છે કે તેનામાં કેટલો બદલાવ આવ્યો છે. વળી અન્ય એક યુર્ઝર્સે તો મલાઇકાને તેની ઉંમર મુજબ કપડા પહેરવાની સલાહ આપી હતી. જો કે બીજા કેટલાક લોકોએ મલાઇકાની ફેશન સેન્સનના વખાણ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મલાઇકાએ એક ખૂબ જ હોટ રેડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું. અને આ સમયે તેની બહેન અમૃતા પણ નજરે પડી હતી. રેડ હોટ ફોટોશૂટ પછી અનેક લોકોએ મલાઇકાની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા હતા. વ્યકિતગત જીવન વિષે વાત કરીએ તો મલાઇકા હાલમાં જ તેનો ૪૬મો જન્મદિવસ ઉજવ્યો હતો. અને અર્જૂન કપૂરે આ સમયે મલાઇકાને કિસ કરતો ફોટો પણ મૂકયો હતો. જે સાથે જ તેમના પ્રેમની વાત પણ જગજાહેર થઇ હતી. હવે ઇન્ટરવ્યૂમાં પણ આ બંને એકબીજાના સંબંધો વિષે ખુલીને વાત કરે છે.

(10:32 am IST)