ફિલ્મ જગત
News of Wednesday, 20th November 2019

ક્રિતીનો ગજબનો શોખ

અભિનેત્રી ક્રિતી ખરબંદાએ પોતાના અભિનય અને ખુબસૂરતીના દમ પર દર્શકોમાં ખાસ સ્થાન મેળવી લીધું છે. ક્રિતી હવે જોન અબ્રાહમ, અનિલ કપુર અને ઉર્વશી રોૈતેલા સાથે ફિલ્મ પાગલપંતિમાં જોવા મળવાની છે. આ ફિલ્મના પ્રમોશનમાં ક્રિતીએ બીજા કલાકારો સાથે ખુબ મહેનત કરી છે. તેણે એક શોમાં હાજરી આપી પોતાની અંગત જિંદગીની વાતો કરી હતી. ક્રિતીને પગરખા-ચપ્પલ ખરીદવાનો ખુબ જ શોખ છે. તેની પાસે સો કરતાં વધુ જોડી ચપ્પલ છે. તેના કહેવા મુજબ તે એકને એક ચપ્પલ કદી રિપીટ કરતી નથી!  ક્રિતી અનિલ કપૂર સાથે પહેલી વખત કામ કરી રહી છે. તેની સાથેના કામના અનુભવ અંગે તેણે કહ્યું હતું કે માત્ર અભિનેતા જ નહિ, અભિનેત્રીઓ પણ અનિલ કપૂર સાથે કામ કરતાં ડરે છે. અનિલની એક આદત છે કે તે પોતાની સાથે કામ કરતાં કલાકાર જો સ્વસ્થ તંદુરસ્ત ન દેખાય તો તે તેની મજાક કરે છે. વળી તેની એક ખાસિયત પણ છે કે તે તમને હસાવી-હસાવીને પાગલ કરી દે છે.  ક્રિતીએ ૨૦૦૯થી સાઉથમાં કારકિર્દી શરૂ કરી હતી. રાઝ-રીબૂટથી તે બોલીવૂડમાં આવી છે. ક્રિતીએ પોતે ફિલ્મ  પાગલપંતિના કો-સ્ટાર પુલકિત સાથે ડેટીંગમાં હોવાનું પણ  સ્વીકારી લીધું છે.

(10:32 am IST)