ફિલ્મ જગત
News of Wednesday, 20th November 2019

મોના સિંહની તલાશ પુરી થઇ

ટીવી અભિનેત્રી અને ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી મોના સિંહ ફરી એક વખત આમિર ખાન સાથે કામ કરવાની છે. આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા'ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર રોમાન્સ કરતી જોવા મળશે. આ બંનેએ અગાઉ થ્રી-ઈડિયટ્સમાં સાથે કામ કર્યુ હતું. જેમાં મોના સિંહ પણ કરીનાની મોટી બહેનના રોલમાં હતી. હવે ફરીથી તે આમિર-કરીના સાથે કામ કરવાની તક મળતાં ખુબ ઉત્સાહિત છે. મોનાએ કહ્યું હતું કે આ રોલ તેના માટે પડકારજનક છે. તેને આવા જ એક રોલની તલાશ હતી, જે હવે પુરી થઇ છે. મોના સિંહને આ ફિલ્મમાં ખુબ મહત્વનો રોલ મળ્યો છે. જો કે તેના પાત્ર વિશે વધુ કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. મોના સિંહ આ પાત્રને ન્યાય આપવા અનેક વર્કશોપમાં ભાગ લીધો હતો. સાથોસાથ સ્ક્રિપ્ટ રિડીંગ સેશનમાં પણ જોડાઇ હતી. લાલસિંહ ચઢ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદન કહે છે કે મોના સિંહ આ રોલમાં પરફેકટ છે. મોના સિંહે ટીવી પરદે જસ્સી જૈસી કોઇનહિ, કવચ, કયા હુઆ તેરા વાદા, પ્યાર કો હો જાને દો, કોમેડી નાઇટ બચાઓ, એન્ટરટેઇનમેન્ટ કે લીયે કુછ ભી કરેગા, તેમજ વેબ સિરીઝ પણ કરી છે.

 

(10:32 am IST)