ફિલ્મ જગત
News of Wednesday, 20th November 2019

ધમાકેદાર ફિલ્મ કરવાની તૈયારીમાં શાહરૂખ ખાન

બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાને છેલ્લી ફિલ્મ ઝીરો ફલોપ નિવડ્યા પછી ફિલ્મોમાંથી બ્રેક લઇ લીધો હતો. લાંબો સમય પરદા પરથી દૂર રહ્યા બાદ હવે તે એટલી કુમારની ફિલ્મ તે કરી રહ્યો છે. આ એક ધમાકેદાર એકશન મસાલા ફિલ્મ છે. જેમાં શાહરૂખ ખાન અત્યાર સુધી કદી નથી નિભાવ્યો તેવો રોલ કરશે. ફિલ્મનું નામ સનકી રાખવામાં આવ્યાની ચર્ચા છે. જો કે આ નામ પ્રાથમિક તબક્કે છે. આ ફિલ્મનું શુટીંગ માર્ચ મહિનામાં શરૂ થઇ જશે. બધુ ફાઇનલ થયા પછી ફિલ્મનું નામ અને સત્તાવાર વિગતો જાહેર થશે. ફિલ્મ સાથે જોડાયેલા લોકો કહે છે કે એક વાત ફાઇનલ છે કે આવતા વર્ષે માર્ચમાં શુટીંગ ચોક્કસ શરૂ થઇ જશે. શાહરૂખ આ ફિલ્મમાં એવા રોલમાં છે જે જોઇ તેના ચાહકો ચોંકી જશે. આમ પણ શાહરૂખને હવે એક સુપરડુપર હિટની જરૂર છે. આશા રાખીએ કે આ ફિલ્મથી તેની ગાડી ફરી પાટે ચડી જાય.

 

(10:31 am IST)