ફિલ્મ જગત
News of Tuesday, 20th November 2018

વેબ સિરીઝ લોન્ચિંગમાં એકતા કપૂરે લગાવ્યા ઠુમકા..

મુંબઈ: બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા કપૂર સામાન્યપણે એની ફિલ્મ, ટીવી સિરિયલ કે વેબ સિરીઝના લોન્ચિંગ પ્રસંગે માલિકણવાળા તેવરમાં દેખાતી હોય છે, પરંતુ વખતે નવી વેબ સિરીઝ બ્રોકન હાર્ટના લોન્ચિંગ સમયે એનો માલિકણ તેવર જોવા મળ્યો નહોતો. મિસ પૂજાના સુપરહિટ ગીત સોનેયા પર એકતા કપૂરે ઠૂમકા લગાવ્યા હતા. ડાન્સનો જલવો પૂરો થયા બાદ એકતાએ વેબ સિરીઝ અંગે જણાવ્યું કે, સિરીઝ હૃદયભગ્ન થયા બાદ પેદા થતાં હાલાત પર આધારિત છે. અગાઉ પણ દિવાળીના અવસરે રાખેલી પાર્ટીમાં આવેલી એકતા એના ફેસ્ટિવ ડ્રેસને કારણે ચર્ચામાં આવી હતી.

(5:12 pm IST)