ફિલ્મ જગત
News of Tuesday, 20th November 2018

કિંગખાનનો પુત્ર અબરામ એવુ વિચારે છે કે અને માને છે કે, હુ શાહરૂખ ખાનનો પિતા છુઃ અમિતાભ બચ્ચનની ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર

મુંબઈઃ અભિષેક બચ્ચન અને એશ્વર્યાની દીકરી આરાધ્યાનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. આ જન્મદિવસના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આરાધ્યાની બર્થ ડે પાર્ટીમાં અનેક સ્ટારકિડ પહોંચ્યા હતા. શાહરૂખ અને અબરામ પણ આ પાર્ટીમાં આવ્યા હતા. બિગ બીએ અબરામનો ફોટો ક્લિક કરીને ઈનસ્ટાગ્રામ પર શેર કરતા પોસ્ટ કર્યું કે, અબરામ બીગ બીને શાહરૂખના પિતા સમજે છે.

અમિતાભ બચ્ચને ઈનસ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, કિંગખાનનો પુત્ર અબરામ એવું વિચારે છે કે અને માને છે કે, હું શાહરૂખ ખાનનો પિતા છું. એ વાતથી પણ ચિંતામાં છે કે, હું તેમની સાથે શાહરૂખના ઘરમાં કેમ નથી રહેતો? બિગ બીએ શેર કરેલી આ પોસ્ટમાં અબરામ અમિતાભ સાથે હાથ મિલાવી રહ્યો છે. આ પાર્ટીમાં આરાધ્યાના પિતા અભિષેક બચ્ચને પાર્ટીમાં આવેલા દરેક બાળકો સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો શિલ્પા શેટ્ટીએ પોતાના ઈનસ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો.

ગત વર્ષે પણ અમિતાભ બચ્ચને આરાધ્યાના જન્મદિવસ પર શાહરૂખ ખાન તથા અબરામના ફોટા પોસ્ટ કર્યા હતા. જેમાં તે અબરામને શુગર કેન્ડી આપતા નજરે ચડે છે. બિગ બીએ લખ્યું હતું કે, બુઢ્ઢીના વાળ કોને જોઈએ? અબરામ….જુનિયર શાહરૂખ. આ ફોટોના જવાબમાં કિંગખાને ટ્વિટ કર્યું હતું કે, ખૂબ ખૂબ આભાર સર. આ પળને અબરામ હંમેશા યાદ રાખશે. એ જ્યારે જ્યારે ટીવીમાં તમને જુવે છે ત્યારે તે એવું જ સમજે છે કે તમે મારા પિતા છો.

અમિતાભ આરાધ્યના જન્મદિવસ પર ખાસ રીતે વધામણી આપી હતી. આરાધ્યના બર્થ ડે પર પોસ્ટ કરતા બિગ બીએ લખ્યું હતું કે, પ્યારી આરાધ્યા, જન્મદિવસની શુભકામનાઓ. જન્મદિવસની સાંજ પર ખૂબ ખૂબ પ્રેમ અને આશીર્વાદ. હું ઈચ્છુ છું કે, તમારી બધી મનોકામનોઓ પૂરી થાય. દીર્ધાયું હો. ખુશ રહો અને ગર્વ સાથી જિંદગી જીવો.

(5:08 pm IST)