ફિલ્મ જગત
News of Sunday, 20th October 2019

સામાન્ય ચકાસણી બાદ અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાંથી રજા અપાઇ

મુંબઇ :  બોલિવૂડના મેગા સ્ટાર  અમિતાભ બચ્ચનને શુક્રવારે રાત્રે નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.  અમિતાભ બચ્ચનને સામાન્ય તપાસ માટે મંગળવારે હોસ્પિટલે પહોંચ્યા હતા.  અને બે દિવસ રોકાયા હતા. એક અહેવાલ મુજબ  અમિતાભ બચ્ચનને લિવરમા તકલીફ થઇ રહી હતી. જો કે અન્ય અહેવાલ મુજબ લિવરમાં તકલીફના દાવામાં કોઇ સાતત્ય નથી.

 

(12:47 pm IST)