ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

ચીનમાં ચમકી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'

મુંબઈ: રાની મુખરજીની ફિલ્મ હિચકીને ભારતમાં ભલે બહુ સફળતા મળી હોય પણ ચીનમાં તેણે સારી એવી કમાણી કરી લીધી છે. ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાનીની ફિલ્મ હિચકી ભારતમાં ૨૩ માર્ચે રિલીઝ થઈ હતી અને પહેલાં વીકએન્ડમાં ૧૫ કરોડ ૩૫ લાખની કમાણી કરી હતી. હવે બાર ઓક્ટોબરે ચીનમાં હિચકી રિલીઝ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ફિલ્મે ચીનમાં કુલ .૩૫ મિલિયન ડોલર એટલે કે ૫૩ કરોડ અને ૯૯ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ નિર્દેશિત કરેલી ફિલ્મે પુરવાર કર્યું છે કે ચીનમાં પણ ફિલ્મ સારી હોય તો મોટી કમાણી કરવાની તક રહેલી છે

(5:13 pm IST)