ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

તૈમુરનો નવરાત્રી ઉજવણી કરતો ફોટો વાઇરલ

મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનાં દીકરા તૈમુર અલી ખાનની સ્ટારડમ કોઇ સ્ટારથી ઓછી નથી. તે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તૈમૂરે પોતાના સ્કૂલ ફ્રેન્ડ્સની સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરી હતી. તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તૈમૂર ટ્રેડિશનલ લૂકમાં નજર આવી રહ્યો છે. તૈમુરે પર્પલ રંગનો કુર્તો અને સફેદ રંગનો પાયજામો પહેરેલો છે. ડ્રેસમાં તૈમૂર ઘણો સુંદર લાગી રહ્યો છે. તેનો લૂક નવરાત્રિનાં તહેવારનાં પ્રમાણે એકદમ આકર્ષક છે. ફંક્શનમાં તૈમૂર સાથે સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમૂ અને તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય પણ જોવા મળી રહ્યો છે. ઇનાયાએ યેલ્લો અને પિંક કલરનો લહેંગો પહેરેલો છે.

(5:12 pm IST)