નવાજુદ્દીન સિદ્દીકીની કોમેડી ફિલ્મ મોતીચુર ચકનાચુર ફ્લોર પર
મુંબઈ: મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને નવોદિત ગણાય એવી અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે પહેલીવાર રજૂ કરતી લગ્નવિષયક કોમેડી ફિલ્મ મોતીચુર ચકનાચુર આજે ૨૦ ઓક્ટોબરે ફ્લોર પર જઇ રહી હોવાની માહિતી મળી હતી.આ ફિલ્મ આવતા વરસની આખર સુધીમાં પૂરી થવાની શક્યતા છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ભોપાલમાં કરવાના છે. જાણીતા ટીવી ડાયરેક્ટર દેવમિત્રા હસન આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. સમર્થનવિહોણી માહિતી મુજબ આ ફિલ્મમાં અથિયા ઉત્તર ભારતના એક નાનકડા નગરની યુવતીનો રોલ કરવાની છે. એ માટે એ છેલ્લા થોડા સમયથી હિન્દી ઉચ્ચારોને પરફેક્ટ કરવાની આકરી તાલીમ પણ લઇ રહી હતી. એ સાઉથની હોવાથી એના હિન્દી ઉચ્ચારો ઉત્તર ભારતની યુવતી જેવા કરવા જરૃરી હતા.અથિયાએ ૨૦૧૫માં સલમાન ખાનની હીરો ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝુકાવ્યું હતું. એ ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. ત્યારબાદ એણે અનિસ બઝ્મીની મુબારકન કરી હતી જેમાં અનિલ કપૂરે એના વાસ્તવ જીવનના ભત્રીજા અભિનેતા અર્જુન કપૂર સાથે કામ કર્યું હતું. જો કે આ ફિલ્મને પણ બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો એટલે અથિયાને હાલ એકાદ હિટ ફિલ્મની તાતી જરૃર છે. શક્ય છે, મોતીચુર ચકનાચુર એની કારકિર્દીને વેગ આપનારી ફિલ્મ બની રહે.