ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

ફિલ્મ 'પંગા' માટે કંગના વધારે દસ કિલો વજન

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌત એની આગામી ફિલ્મ માટે દસ કિલો વજન વધારશે એવી જાણકારી એની નિકટનાં સૂત્રોએ આપી હતી.હાલ ૧૮૫૭ના બળવા સાથે સંકળાયેલી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની ફિલ્મ મણીકર્ણિકા પૂરી કરવામાં કંગના બીઝી છે. આ ફિલ્મ પૂરી થયા બાદ કંગના અશ્વિની આયર તિવારીની પંગા ફિલ્મ કરવાની છે. પંગા ફિલ્મ મહિલા કબડ્ડી ખેલાડીઓની વાત કરવાની છે. આ ફિલ્મ માટે કંગનાને દસેક કિલો વજન વધારવાની જરૃર પડશે એમ અશ્વિનીની નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું.કંગનાની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ હાલ કંગના અમેરિકામાં છે. એ ત્યાંથી પાછી ફરે એટલે તરત કબડ્ડીની રમતની તાલીમ શરૃ કરશે. સાથોસાથ પોતાના વજનમાં દસ કિલો વધારવા એ સતત વર્ક આઉટ અને પોષક ખોરાક ચાલુ કરસે. આ ફિલ્મમાં એની સાથે રિચા ચડ્ડા પણ ચમકી રહી છે. આ સૂત્રે કહ્યંુ કે જન્મજાત રીતે કંગના એકદમ પાતળી હોવાથી એણે વજન વધારવા માટે ખાસ ટ્રેનરની નજર તળે વર્ક આઉટ અને ડાયેટિંગ કરવું પડશે.ફિલ્મની કથાના પાત્રને અનુરૃપ એણે કાયાને કસવી પડશે. કબડ્ડીની રમતમાં કસેલી કાયા અને સતત ચપળ હિલચાલ કરવાની તૈયારી રાખવી પડતી હોય છે.

(5:05 pm IST)