ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

૭૦ વર્ષના હેમામાલિની જેવી તંદુરસ્તી અને ખુબસુરતી જોઇતી હોય તો તેમના આ નિયમોનું પાલન કરજો

70 વર્ષની ‘ડ્રીમ ગર્લ’ હેમામાલિનીએ પોતાનું શરીર જે પ્રકારે મેન્ટેન કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે. હેમામાલિની ગણતરીએ એવી અભિનેત્રીઓમાં થાય છે જેમણે મોટી ઉંમરે પણ પોતાની ફિટનેસ જાળવી રાખી છે. તમારે પણ હેમામાલિની જેવી તંદુરસ્તી અને ખૂબસુરતી જોઈતી હોય તો તેમનું આ રૂટિન ફોલો કરો.

ગરમ પાણી

હેમામાલિની દિવસની શરૂઆત હુંફાળું પાણી પીને કરે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ પણ મિક્સ કરે છે. દિવસમાં બે વખત તેઓ આ પ્રકારનું પાણી પીવે છે જેના કારણે આખો દિવસ એનર્જી જળવાઈ રહે છે.

ખાંડ બિલકુલ નહીં

હેમામાલિનીએ છેલ્લા ઘણા વર્ષથી ખાંડ ખાવાનું છોડી દીધું છે. દેશ-વિદેશના પ્રવાસે જાય ત્યારે ત્યાંના હોટલ અને ગેસ્ટ હાઉસના રસોઈયાને જાણ કરી દેવાય છે કે તેમના માટે બનતી કોઈપણ વસ્તુમાં ખાંડ ન નાખવામાં આવે.

આવું છે ડાયટ

હેમામાલિની વેજિટેરિયન છે. વેજિટેરિયન હોવાને કારણે જ પોતે તંદુરસ્ત છે તેમ હેમા માને છે. હેમા અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ રાખે છે. આ દરમિયાન તેઓ ફક્ત ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને જ્યૂસ લે છે. લંચમાં હેમા એક વાટકી દાળ, બે શાક અને ભાત સાથે થોડું રસમ ખાય છે. બે કપ ગ્રીન ટી પણ તેમના ડેઈલી રૂટિનમાં સામેલ છે. રાતનું ભોજન 8 વાગ્યા પહેલા લઈ લે છે જેથી પાચન માટે પૂરતો સમય મળે.

ફિટનેસ સિક્રેટ

સાઈકલિંગ- દરરોજ 10-15 મિનિટ સાઈકલ ચલાવે છે.

યોગ અને પ્રાણાયમ- દરરોજ 45 મિનિટ યોગ અને પ્રાણાયમ કરે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ દૂર ભાગે છે.

ડાન્સિંગ- ડાન્સિંગને પણ એક્સર્સાઈઝ તરીકે કરે છે.

(5:02 pm IST)